આઇ ખેડુત પોર્ટલ- ખેતીવાડી સહાય યોજનાઓ માટે ઓનલાઇન અરજી. Khetivadi sahay yojana online application

Khetivadi sahay yojana online application:- આઇ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કેવી રીતે કરવી. ? કયા કયા ડોક્યુમેન્ટ ની જરૂર પડશે? કોણ કોણ અરજી કરી શકે? આધાર ઓથેન્ટીકેશન કેવી રીતે કરવું? તેમજ ઉપલબ્ધ યોજનાઓની સંપૂર્ણ માહિતી અહીં આપેલ છે.

ખેતીવાડી સહાય ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

  • આઇ ખેડૂત પોર્ટલની મુખ્ય વેબસાઈટ ઓપન કરી લેવી.
  • મોબાઈલ નંબર દ્વારા રજીસ્ટ્રેશન કરી લેવું.
  • અરજદાર ની વિગત ભરી દેવી જેમ કે નામ, એડ્રેસ, ખેડૂતનો પ્રકાર, જાતિ, જીલ્લો, તાલુકો, ગામ, પીનકોડ વગેરે માહિતી ભરી દેવી.
  • અન્ય વિગતમાં તમારે રેશનકાર્ડની માહિતી પહેરવાની રહેશે.
  • બેંકની વિગતમાં તમારે બેન્કનું નામ, બેંકનું આઈએફસી કોડ, બેન્ક એકાઉન્ટ નંબર, બેન્ક પ્રમાણેનું નામ અને બેંક પ્રમાણે એડ્રેસ ભરી દેવું.
  • જમીને ની વિગતમાં તમારે પોતાની જમીનમાં જે નામ છે એ પ્રમાણે નામ ,સર્વે નંબર, જીલ્લો, તાલુકો અને ગામ સિલેક્ટ કરી લેવું.
  • મંડળી ની વિગતમાં તમે સહકારી મંડળી અથવા દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય છો કે નહીં તે દર્શાવવાનું રહેશે.
  • ડોક્યુમેન્ટમાં તમારે લાગુ પડતા ડોક્યુમેન્ટ જેમ કે આધાર કાર્ડ 7/12,  8 અ નકલ, બેંક પાસબુક, જાતિનો દાખલો જેવા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.

ખેતીવાડી સહાય માટે કયા કયા ડોક્યુમેન્ટ ની જરૂર પડશે?

આધાર કાર્ડ રેશનકાર્ડ બેંક પાસબુક 7/12, 8અ નકલ, જાતિ નો દાખલો લાગુ પડતો હોય તો અરજી મંજૂર થયા બાદ તમારે જે તે યોજનાના અનુસંધાનમાં જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે જેમકે બિલ, ખેડૂત સાથે મેળવેલ લાભ નો ફોટો.

ખેતીવાડી સહાય માટે કોણ કોણ અરજી કરી શકે? 

ગુજરાતના તમામ ખેડૂતો અરજી કરી શકે છે, અરજી કરવા માટે આઇ ખેડૂત પર નોંધણી કરેલી હોવી ફરજિયાત છે જો આઇ ખેડુત પર નોંધણી ના કરેલ હોય તો નોંધણી કરી લેવી.

ખેતીવાડી સહાય આધાર ઓથેન્ટીકેશન કેવી રીતે કરવું? 

અધર ઓથેન્ટીકેશન માટે તમારે તમારો આધાર નંબર દાખલ કરવાનો રહેશે અને સેન્ડ ઓટીપી પર ક્લિક કરવાનું રહેશે તમારા આધાર કાર્ડ માં એક ઓટીપી આવશે જેને સબમીટ કરવાનો રહેશે otp સબમિટ કરવાથી તમારું આધાર સબમિટ થઈ જશે.

Articleઆઇ ખેડુત પોર્ટલ- ખેતીવાડી સહાય યોજનાઓ માટે ઓનલાઇન અરજી. Khetivadi sahay yojana online application
યોજનાનો ઉદ્દેશખેડૂતને સહાય આપવાનો અને ખેતીમાં મદદ કરવાનો.
અરજી કરવા માટેની વેબસાઈટ I Khedut Portal
રકમખર્ચના 75% અથવા માન્ય કરેલ રકમ આપવામાં આવે છે.
અન્ય યોજનાTar Fencing Yojana Gujarat > તાર ફેન્સિંગ યોજના ગુજરાત

Leave a Comment

WhatsApp Pop-up