Ayushman Card Onine Registration:- આયુષ્યમાન કાર્ડ કેવી રીતે બનાવવું, કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે, કેટલી આવક મર્યાદા છે, કઈ હોસ્પિટલમાં દવા થઈ શકે છે, કેવી રીતે ડાઉનલોડ કરવું તેની સંપૂર્ણ માહિતી અહીં આપેલ છે
આયુષ્યમાન કાર્ડ યોજના
આયુષ્માન કાર્ડ સરકાર દ્વારા ચાલુ કરવામાં આવેલ મફત હોસ્પિટલ સારવાર યોજના છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના તરીકે બહાર પાડવામાં આવેલ છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ સરકાર દ્વારા પ્રત્યેક ફેમિલીને પાંચ લાખ રૂપિયા દર વર્ષે હોસ્પિટલ ખર્ચ પૂરું પાડવામાં આવે છે.
આયુષ્માન કાર્ડ ઓનલાઇન અરજી/આયુષ્યમાન કાર્ડ ઓનલાઇન કેવી રીતે બનાવવું
- Ayushman Card Onine Registration પ્રોસેસ અહીં સ્ટેપ બાય સ્ટેપ બતાવે છે જેના દ્વારા તમે ઘરે બેઠા આયુષ્યમાન કાર્ડ બનાવી શકો છો.
- વેબસાઈટ દ્વારા અને એપ્લિકેશન દ્વારા બંને રીતે તમે આયુષ્યમાન કાર્ડ બનાવી શકો છો બંનેની પ્રોસેસ એક સરખી રહેશે.
- તમારો મોબાઈલ નંબર દાખલ કરો
- તમારા મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે તેને દાખલ કરી વેરીફાઈ કરો
- વેરીફાઈ કરવાથી વેબસાઈટ અને એપ્લિકેશન ઓપન થઇ જશે
- એનરોલમેન્ટ પર ક્લિક કરો
- તમારો આધાર કાર્ડ નંબર દાખલ કરો
- તમારો રેશનકાર્ડ નંબર દાખલ કરો
- સબમિટ બટન પર ક્લિક કરવાથી તમારા આધાર કાર્ડ માં રજીસ્ટ્રેશન કરેલ મોબાઈલ નંબર પર ઓટીપી આવશે તેને દાખલ કરો
- તમારી સંપૂર્ણ માહિતી ચકાસો અને સબમિટ બટન પર ક્લિક કરો
- તમારી માહિતી સબમિટ થઈ ગયેલ છે થોડા દિવસમાં તમને આયુષ્યમાન કાર્ડ નું સરકાર દ્વારા એપ્રુવલ મળી જશે અને તમે વેબસાઈટ પર અથવા એપ્લિકેશન માંથી તમારું આયુષ્યમાન કાર્ડ ડાઉનલોડ કરી શકો છો
આયુષ્યમાન કાર્ડ ઓનલાઇન ડાઉનલોડ/ આયુષ્યમાન કાર્ડ ડાઉનલોડ
- આયુષ્યમાન ભારતની એપ્લિકેશન ડાઉનલોડ કરો અથવા ઓનલાઇન વેબસાઈટ પર જાવ
- ડાઉનલોડ વાળા ઓપ્શન પર ક્લિક કરો
- તમારો આધાર કાર્ડ નંબર દાખલ કરો
- તમારું રેશનકાર્ડ નંબર દાખલ કરો
- સેન્ડ ઓડીબી પર ક્લિક કરો
- તમારા આધાર કાર્ડ માં રજીસ્ટર કરેલ મોબાઈલ નંબર પર ઓડીપી આવશે તેને દાખલ કરો
- ડાઉનલોડ પર ક્લિક કરો
- હવે તમારું આયુષ્માન કાર્ડ ડાઉનલોડ થઈ જશે
આયુષ્યમાન કાર્ડ ઓનલાઇન જોવા માટે
આયુષ્યમાન કાર્ડ ઓનલાઇન જોવા માટે તમારે આયુષ્યમાન ભારત એપ્લિકેશન ડાઉનલોડ અથવા google માં જે ઓનલાઇન વેબસાઈટ ઓપન કરી, તમારો રેશનકાર્ડ નંબર અથવા આધાર કાર્ડ નંબર દાખલ કરી તમે તમારું આયુષ્યમાન કાર્ડ જોઈ શકો છો.
આયુષ્યમાન કાર્ડ ઓનલાઇન ફોર્મ
આયુષ્માન કાર્ડ ઓનલાઇન ફોર્મ તમારે એપ્લિકેશન દ્વારા ભરવાનું રહેતું હોય છે. ઓનલાઇન એપ્લિકેશન દ્વારા તમે જાતે આયુષ્યમાન કાર્ડ નું ફોર્મ ઓનલાઈન કરી શકો છો અથવા નજીકના csc સેન્ટર અથવા ગ્રામ પંચાયત પર જઈ અથવા સરકારી દવાખાનામાં જઈ તમે આયુષ્યમાન કાર્ડ ઓનલાઇન કરાવી શકો છો.
આયુષ્યમાન કાર્ડ ઓનલાઇન એપ્લિકેશન
આયુષ્યમાન કાર્ડ ઓનલાઇન માટેની એપ્લિકેશન તમને play store માં જઈ ડાઉનલોડ કરી શકો છો. તેના માટે તમારે play store ઓપન કરી આયુષ્યમાન ભારત એપ લખી સર્ચ કરી અને ડાઉનલોડ કરી ઇન્સ્ટોલ કરી લેવી.
આયુષ્યમાન કાર્ડ ડોક્યુમેન્ટ
- આયુષ્માન કાર્ડ માટે નીચેના ડોક્યુમેન્ટ ની જરૂર પડે છે
- આધાર કાર્ડ
- આધાર કાર્ડમાં રજીસ્ટ્રેશન કરે મોબાઈલ નંબર
- રેશનકાર્ડ
- આવકનો દાખલો ( બી.પી.એલ રેશનકાર્ડ ધારકને આવક ના દાખલા ની જરૂર હોતી નથી )
આયુષ્યમાન કાર્ડ હોસ્પિટલ
આયુષ્માન કાર્ડ હોસ્પિટલ લિસ્ટ તમને તેની ઓફિશિયલ વેબસાઈટ પરથી મળી જાય છે. તેના દ્વારા તમારી નજીકમાં આવેલ હોસ્પિટલમાં તમે મફત ઈલાજ કરાવી શકો છો. આયુષ્યમાન કાર્ડ હેઠળ પ્રાઇવેટ તેમજ સરકારી એમ બંને હોસ્પિટલોમાં પાંચ લાખ રૂપિયા સુધી મફત દવા કરવામાં આવે છે.
આયુષ્યમાન કાર્ડ માટે આવક મર્યાદા
આયુષ્માન કાર્ડ માટે આવક મર્યાદા બે લાખથી ઓછી હોવી જોઈએ. આ ઉપરાંત સરકાર દ્વારા સિનિયર સિટીઝન ને પણ સમાવેશ કરવામાં આવેલ છે. તેમજ દિવ્યાંગ અને વિધવાઓને પણ આયુષ્યમાન કાર્ડ હેઠળ મફત સારવાર થઈ શકે છે.
સૌથી પહેલા માહિતી મેડવવા અમારા વોટ્સ એપ્સ ગ્રૂપમાં જોડાવો.
Ayushman Card Onine Registration Process માટે
પીએમ કિસાન નવું ફોર્મ કેવી રીતે ભરવું તેના માટે અહી ક્લિક કરો
