Free Aadhar card Update: અહીં આધાર કાર્ડ અપડેટ કેવી રીતે કરી શકાય તેની સંપૂર્ણ માહિતી આપેલ છે. UIDAI દ્વારા ફ્રીમાં આધાર કાર્ડ અપડેટ કરવામાં આવે છે. પરંતુ આપણને તેની ખબર ન હોવાથી આપને તે લાભથી વંચિત રહીએ છીએ. જો આપને તેની માહિતી હોય તો આપને ફ્રી માં આધાર કાર્ડ અપડેટ કરાવી શકીએ છીએ.
ફ્રી માં આધાર કાર્ડ અપડેટ કેમ કરવામાં આવે છે?
UIDAI દ્વારા ફ્રીમાં આધાર કાર્ડ અપડેટ કરવામાં આવે છે કારણ કે બાયોમેટ્રિક અપડેટ માં વધારો થાય. ઘણા બધા બાળકોના આધાર કાર્ડ સમયસર અપડેટ કરવામાં આવતા નથી. જેના કારણે પાછળથી ઘણી બધી તકલીફ પડે છે. જો બાળકોના આધાર કાર્ડ અપડેટ હોય તો આધારકાર્ડ અપડેટ ન હોવાના કારણે મુશ્કેલીઓથી બચી શકાય છે.
આધાર કાર્ડ અપડેટ ના હોય તો કઈ કઈ તકલીફો પડી શકે છે?
જો તમારું આધાર કાર્ડ અપડેટ ના હોય તો બાયોમેટ્રિક ઓટોમેટીકેશન કરવામાં મુશ્કેલી પડી શકે છે. જેમકે કોઈપણ જગ્યાએ તમે તમારો અંગૂઠો મૂકો છો ત્યારે તમારો અંગૂઠો આવતો નથી. તેવી જ રીતે જ્યાં તમારો ફોટો એટલે કે ફેસ સ્કેન કરવાની જરૂર પડે છે ત્યાં તમારો ફેસ સ્કેન થતું નથી. આવી જ રીતે જ્યાં તમારી આંખો સ્કેન કરવાની જરૂર પડે છે ત્યારે તમારી આંખો સ્કેન થતી નથી.
ઉપરોક્ત તકલીફને કારણે તમે ઘણા બધા સરકારી લાભો માંથી વંચિત રહી શકો છો. જેમકે પેન્શન યોજનામાં તમારું KYC ન થવાથી તમને પેન્શન મળતું બંધ થઈ શકે છે. સરકારી રાશનની દુકાને તમારો અંગૂઠો ના આવવાથી તમને રાશન મળતું નથી. એલપીજી ગેસ સબસીડી યોજનામાં જો તમારું દર વર્ષે કેવાયસી ના થાય તો તમને મડતી સબસીડી સરકાર દ્વારા બંધ કરી દેવામાં આવે છે.
તમને ખબર છે કે હાલમાં જ સરકાર દ્વારા રેશનકાર્ડ નું કેવાયસી બહાર પાડવામાં આવ્યું હતું. રેશનકાર્ડ માં કેવાયસી ન થવા ના કારણે ઘણા બધા રેશનકાર્ડ ધારકોના રેશનકાર્ડ માંથી નામ નીકળી ગયા છે. જેથી તેમને રેશનકાર્ડમાં નામ દાખલ કરવા માટે ફરીથી અરજી કરી રેશનકાર્ડમાં નામ દાખલ કરાવવું પડે છે. આધારકાર્ડ અપડેટ ન હોવાના કારણે ઘણી બધી મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
કયા બાળકોનું આધાર કાર્ડ ફ્રીમાં અપડેટ થાય છે?
તમારા બાળકનું આધાર કાર્ડ તમે ફ્રીમાં અપડેટ કરાવી શકો છો. તેના માટે તમારે ફક્ત તમારા બાળકની આ ઉંમર યાદ રાખવાની જરૂર છ. જો તમારા બાળકની ઉંમર પાંચ વર્ષ છે તો તમે તેનો આધાર કાર્ડ આધાર સેન્ટર પર જઈ ફ્રીમાં અપડેટ કરાવી શકો છો. તેના માટે કોઈ ચાર્જ હોતો નથી. તેવી જ રીતે જો તમારા બાળકની ઉંમર 15 વર્ષની છે તો પણ તમે ફ્રીમાં આધાર કાર્ડ અપડેટ કરાવી શકો છો. આમ જો તમારા બાળકની ઉંમર પાંચ વર્ષ અને 15 વર્ષ હોય તો તમે તમારા બાળકનું આધાર કાર્ડ ફ્રીમાં અપડેટ કરાવી શકો છો.
| Post | Free Aadhar card Update: ફ્રીમાં આધાર કાર્ડ અપડેટ કરો. |
| Our Other Post | આધાર કાર્ડમાં મોબાઇલ નંબર જોવા માટે |
| Aadhar card Official Website | Aadhar card website |
| Our Post For | All AAdhar card Users. |
| Free Aadhar Card Update Children Year | 5 And 15 Year Children’s |
સૌથી પહેલા માહિતી મેડવવા અમારા વોટ્સ એપ્સ ગ્રૂપમાં જોડાવો.
