પાણીની મોટર સહાય યોજના, પમ્પ સેટ સહાય યોજના ઓનલાઇન અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી આપેલ છે. જો તમે ખેતરમાં બોર કરાવેલ છે અને પાણીની મોટર ની જરૂર છે તો તમને પાણીની મોટર સહાય યોજના ધ્વારા પાણીની મોટર લેવા માટે સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે.
પાણીની મોટર સહાય યોજનાનો લાભ કયા ખેડૂતોને મળી શકે છે?
સામાન્યતઃ દરેક ખેડૂતોને આ યોજનાનો લાભ મળતો હોય છે. વધુમાં જાતિ પ્રમાણે સહાય ધોરણ વધારે અથવા ઓછું થઈ શકે છે. ગુજરાતનું દરેક ખેડૂત આ યોજનાનો લાભ લઈ શકે છે. યોજનાનો લાભ લેવા માટે આઇ ખેડુત પોર્ટલ પર અરજી કરવાની રહેતી હોય છે.
પાણીની મોટર્સ યોજનામાં કેટલા ટકા સહાય મળે છે?
સામાન્ય ખેડૂતોને 3 થી 3.5 એચપી ની મોટર માટે ૭૫ ટકા સહાય મળવા પાત્ર છે અથવા તો 8,700 બેમાંથી જે ઓછું હોય તે મળવા પાત્ર છે.
5 એચપી ની મોટર માટે ખર્ચના 75% અથવા 12000 રૂપિયા બેમાંથી જે ઓછું હોય તે મળવા પાત્ર છે.
7.5 થી 8 એચપી ની મોટર માટે કુલ ખર્ચના 75% અથવા 13500 બે માંથી જે ઓછું હોય તે મળવા પાત્ર છે.
10 એચપીની મોટર માટે કુલ ખર્ચના 75 ટકા અથવા 13875 બે માંથી જે ઓછું હોય તે મળવાપાત્ર છે.
પાણીની મોટર સહાય યોજના માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે?
- આધાર કાર્ડ
- બેંક પાસબુક
- રેશનકાર્ડ
- 7/12 જમીનની નકલ
- મોબાઈલ નંબર
- જાતિ પ્રમાણપત્ર (જો લાગુ પડતો હોય તો)
- સંયુક્ત ખાતેદાર કિસ્સામાં બાંહેધરી પત્રક
- સાધનો નો ફોટો
- સાધન સાથે લાભાર્થીનો ફોટો
- ખરીદી નું બિલ (મોટરનું)
પાણીની મોટર સહાય યોજના ( પમ્પ સેટ સહાય યોજના) માટે ઓનલાઈન અરજી નીચે મુજબ કરવી.
Google માં જઈ આઈ ખેડૂત પોર્ટલ ટાઈપ કરી સર્ચ કરી લેવું અને આઇ ખેડૂત પોર્ટલની મુખ્ય વેબસાઈટ ઓપન કરી લેવી.
સૌ પ્રથમ યોજના વાળો ઓપ્શન આપેલો છે તેના પર ક્લિક કરવું.
યોજના વાળા ઓપ્શન પર ક્લિક કરવાથી ખેતીવાડી વાળો ઓપ્શન જોવા મળશે તેના પર ક્લિક કરવું.
હવે, તમે અહીં ખેતીવાડીને લગતી દરેક યોજનાઓ જોઈ શકશો. જેમાં તમારે પમ્પ સેટ યોજના પર ક્લિક કરવું.
અરજી કરો પર ક્લિક કરો. હવે તમારે અહીં તમારી માહિતી ભરવાની રહેશે. તમારે તમારું નામ, તમારું એડ્રેસ, બેન્ક ડીટેલ, 7/12 માહિતી વગેરે ભરવાની રહેશે જે ભર્યા બાદ તમારે આગળ ની પ્રોસેસ કરવાની રહેશે.
સંપૂર્ણ માહિતી ભરાઈ ગયા બાદ માગેલ ડોક્યુમેન્ટને અપલોડ કરી અરજીને સબમિટ કરી દેવી જેથી તમારી અરજી સબમિટ થઈ જશે.
હવે અરજીની તમારે પ્રિન્ટ કરી લેવી અને તમારી પાસે રાખવાની છે. તમારી અરજી મંજૂર થતા ગ્રામ સેવક દ્વારા તમને જાણ કરવામાં આવશે અને આગળની પ્રોસેસ ગ્રામ સેવક દ્વારા કરવામાં આવશે.
અરજી મંજૂર થયા બાદ ગ્રામસેવક દ્વારા તમારા ડોક્યુમેન્ટ સબમીટ કરતા તમને સરકાર દ્વારા માન્ય સહાય તમારા ખાતામાં જમા કરવામાં આવે છે.
| Article | પાણીની મોટર સહાય યોજના, પમ્પ સેટ સહાય યોજના, |
| યોજનાનો ઉદ્દેશ | ખેડૂતને સહાય આપવાનો અને ખેતીમાં મદદ કરવાનો. |
| લાભાર્થી | ખેડૂતો |
| રકમ | ખર્ચના 75% અથવા માન્ય કરેલ રકમ આપવામાં આવે છે. |
| અન્ય યોજના | Tar Fencing Yojana Gujarat > તાર ફેન્સિંગ યોજના ગુજરાત |
સૌથી પહેલા માહિતી મેડવવા અમારા વોટ્સએપ્સ ગ્રૂપમાં જોડાવો.
