પીએમ કિસાન નવું ફોર્મ કેવી રીતે ભરવું > Pm Kisan New Registration Gujarat

Pm Kisan New Registration Gujarat:- પીએમ કિસાન યોજનામાં નવું ફોર્મ કેવી રીતે ભરવું, કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે અને કેટલા રૂપિયા ફી થશે તેની સંપૂર્ણ જાણકારી અહીં આપેલ છે.

પીએમ કિસાન યોજનાનું નવું ફોર્મ ભરતા પહેલા તમારે ગુજરાત ફાર્મર રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. ગુજરાત ફાર્મર રજીસ્ટ્રેશન રજીસ્ટ્રેશન માં ફાર્મર ને એક યુનિક આઈડી પ્રદાન કરવામાં આવે છે. રજીસ્ટ્રેશન કર્યા બાદ તમને તરત જ યુનિક આઈડી મળી જતો હોય છે જેની પ્રિન્ટ કરી લેવાની હોય છે. તલાટી અથવા રેવન્યુ તલાટી દ્વારા એપ્રુવલ મળ્યા બાદ તમે પીએમ કિસાન યોજના નું નવું ફોર્મ ભરી શકો છો. 

Pm Kisan New Registration Gujarat Documents

પીએમ કિસાન ન્યુ રજીસ્ટ્રેશન માટે નીચે મુજબના ડોક્યુમેન્ટ હોવા ફરજિયાત છે.

  • આધાર કાર્ડ
  • બેંક પાસબુક
  • જમીનની નકલ 
  • આધાર કાર્ડ માં રજીસ્ટ્રેશન કરેલ મોબાઈલ નંબર
  • રેશનકાર્ડ 

Pm Kisan New Farmer Registration Gujarat Process

  • પીએમ કિસાન યોજનાની મુખ્ય વેબસાઈટ pmkisan.gov.in/ ઓપન કરો.
  • ન્યુ ફાર્મર રજીસ્ટ્રેશન પર ક્લિક કરો.
  • તમારો આધાર કાર્ડ નંબર દાખલ કરો.
  • તમારો મોબાઈલ નંબર દાખલ કરો.
  • તમારું રાજ્ય સિલેક્ટ કરો.
  • કેપ્ચા કોડ દાખલ કરી Get OTP પર ક્લિક કરો.
  • તમારા આધાર કાર્ડમાં રજીસ્ટ્રેશન કરેલ મોબાઈલ નંબર પર એ ખોટીપી આવશે તેને દાખલ કરો.
  • હવે તમારું ફોર્મ ઓપન થઈ ગયેલ છે અહીં તમારી માહિતી દાખલ કરો. જેમકે તમારું નામ તમારા પિતાનું નામ અટક અને સરનામું દાખલ કરો.
  • મારા જમીનની માહિતી દાખલ કરો.
  • રેશનકાર્ડ નંબર દાખલ કરો.
  • ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • સબમિટ બટન પર ક્લિક કરો.
  • સબમિટ બટન પર ક્લિક કરવાથી તમારું ફોર્મ છે સંપૂર્ણપણે ભરાઈ જશે હવે તમારે પ્રિન્ટ કાઢી લેવી અને તમારા તાલુકામાં ખેતીવાડી ઓફિસમાં જમા કરાવી દેવી.
  • તાલુકા કક્ષાએ ગ્રામ સેવક દ્વારા તેમજ જિલ્લા કક્ષાએ અને ગુજરાત સરકાર દ્વારા એપ્રુવલ મળતા તમને 2000 રૂપિયા મળવાનું ચાલુ થઈ જશે.

Pm Kisan Registration Fees

  • પીએમ કિસાન યોજનામાં સેલ્ફ રજીસ્ટ્રેશન પ્રોસેસમાં કોઈ ફી ભરવાની હોતી નથી.
  • જો તમે CSC Center અથવા VC દ્વારા ઓનલાઈન અરજી કરાવો છો તો તમારે નિયત કરેલી ફી ચૂકવવી પડે છે.

પીએમ કિસાન ન્યુ રજીસ્ટ્રેશનમાં કોણ અરજી કરી શકે?

  • ખેડૂત ઇન્કમટેક્સ રિટર્ન ભરતા ન હોવા જોઈએ.
  • ખેડૂતની જમીન બે હેક્ટરથી વધુ ના હોવી જોઈએ.
  • સરકારી નોકરી ન કરતા હોવા જોઈએ.
  • 10,000 થી વધુ પેન્શન મેળવતો ન હોવો જોઈએ.
  • પોલિટિક્સમાં ઉચ્ચ હોદ્દા પર ન હોવો જોઈએ.
  • મોટો બિઝનેસમેન અથવા ઉચ્ચ પ્રોફેશનલ ન ધરાવતો હોવો જોઈએ.

પીએમ કિસાન ન્યુ રજીસ્ટ્રેશન સ્ટેટસ

  • પીએમ કિસાન યોજનાની વેબસાઈટ ઓપન કરો.
  • Know Your Status પર ક્લિક કરો.
  • તમારો રજીસ્ટ્રેશન નંબર દાખલ કરો.
  • સેન્ડ ઓટીપી પર ક્લિક કરો.
  • ઓટીપી નંબર દાખલ કરી સબમીટ બટન પર ક્લિક કરો.
  • હવે તમે અહીં તમારું નવું રજીસ્ટ્રેશન કરેલ પીએમ કિસાન યોજના નું સ્ટેટસ જોઈ શકો છો.
Postપીએમ કિસાન નવું ફોર્મ કેવી રીતે ભરવું.
Pm Kisan New Registraion Gujarat Status Checkપીએમ કિસાન યોજનાના પૈસા આવી રીતે ચેક કરો – Pm kisan status check 2025
Pm Kisan New Registraion WebsitePmkisan.gov.in
Our Post For ખેડૂતો માટે
Pm Kisan New Registraion Beneficiaryખેડૂત

Leave a Comment

WhatsApp Pop-up