હોમ લોન લેવા માટે ની સંપૂર્ણ માહિતી > Home Loan

હોમ લોન માટે તમારે આપેલ માહિતીને સંપૂર્ણ અને વાંચી તે મુજબ ડોક્યુમેન્ટ તૈયાર કરી હોમ લોન લેવા માટે  અરજી કરી શકો છો.

લોન લેવા માટે કેટલી ઉંમર હોવી જોઈએ, કેટલો ક્રેડિટ સ્કોર હોવો જોઈએ, નોકરી અથવા ધંધો કરતા હોવા જોઈએ, કયા કયા ડોક્યુમેન્ટ હોવા જોઈએ, ઇન્કમ માટેના કયા ડોક્યુમેન્ટ જરૂરી છે, તેમજ પ્રોપર્ટી માટે ના કયા ડોક્યુમેન્ટ જરૂરી છે અને કેટલું વ્યાજ દર હોય છે તેની સંભાવના માહિતી અહીં આપેલ છે.

હોમ લોન લેવા માટે જરૂરી ઉંમર

હોમ લોન લેવા માટે ગ્રાહકની ઉંમર ઓછામાં ઓછી 21 વર્ષ હોવી જોઈએ અને વધુમાં વધુ 65 વર્ષ હોવી જોઈએ.

હોમ લોન માટે જરૂરી ક્રેડિટ સ્કોર

હોમ લોન લેવા માટે જરૂરી ક્રેડિટ સ્કોર ઓછામાં ઓછો 611 હોવો જોઈએ અથવા બેંકો દ્વારા 725 અથવા 725 કરતા વધુ હોવો જરૂરી છે. અમુક જ ફાઇનાન્સ અથવા બેંક દ્વારા 611 હોમ લોન લેવા માટે ક્રેડિટ સ્કોર સ્વીકારવામાં આવે છે.

હોમ લોન લેવા માટે જરૂરી લાયકાત

  • હોમ લોન લેવા માટે જે તે વ્યક્તિ ધંધો અથવા નોકરી કરતો હોવો જોઈએ.
  • નોકરી અથવા ધંધામાં વ્યક્તિની આવક ઓછામાં ઓછી 15 હજાર હોવી જરૂરી છે. જો વ્યક્તિ ધંધો કરતો હોય તો ત્રણ વર્ષના ઇન્કમટેક્સ રિટર્ન જરૂરી છે.
  • જો વ્યક્તિ નોકરી કરતો હોય તો છેલ્લા ત્રણ મહિનાની પગાર સ્લીપ જરૂરી છે.

હોમ લોન કેટલા વર્ષ માટે લઈ શકાય?

હોમ લોન લેવા માટે કોઈ વર્ષ ફિક્સ નથી. હોમ લોન તમે એક વર્ષથી લઈ 30 વર્ષ માટે લઈ શકો છો. જે તમારી આવક ઉપર આધાર છે. તમે કેટલા સમયમાં ફરી રિટર્ન ભરી શકો છો તેના પર આધાર રાખે છે. જો તમે લોન લીધા બાદ જેટલી જલ્દીથી ભરી દો છો તેટલું તમારે વ્યાજ દર ઓછું ચુકવવું પડતું હોય છે.

હોમ લોન માટે જરૂરી kyc ડોક્યુમેન્ટ

ઓળખ પ્રમાણપત્ર:- આધાર કાર્ડ, પાનકાર્ડ, વોટરકાર્ડ,પાસપોર્ટ વગેરે

એડ્રેસ પ્રમાણપત્ર:- લાઈટ બિલ, ગેસ બિલ,આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ રેશનકાર્ડ વગેરે

હોમ લોન લેવા માટે પ્રોપર્ટી ડોક્યુમેન્ટ

મકાન તમારું છે તે દર્શાવતું પ્રમાણપત્ર,  પ્રોપર્ટી કાર્ડ, મકાન લે-વેચ એગ્રીમેન્ટ, જો મકાન ગામમાં હોય તો આકારણી પત્રક, વેરા પાવતી, કબજો અથવા ભોગવટો પ્રમાણપત્ર, પંચાયતનું લેનું બાકી નથી તેનું પ્રમાણપત્ર, ગામતળ પ્રમાણપત્ર, માલિકનું પ્રમાણપત્ર, ચતુર્થસીમા દાખલો.

હોમ લોન કેટલા સુધી મળી શકે?

હોમ લોન કેટલા સુધી મળી શકે તે તમારા મકાન પર આધાર રાખે છે. જો તમારું મકાન ગામમાં હોય તો તમને લોન ઓછી મળે છે અને જો તમારું મકાન સીટી એરિયામાં હોય છે તો તમને લોન અમાઉન્ટ વધારે મળે છે.

હોમ લોન 50000 થી શરૂ થઈ 1 લાખ, 3 લાખ, 5 લાખ, 10 લાખ, 20 લાખ, 30 લાખ,  50 લાખ તમારા મકાનની સાઈઝ અને તમારું મકાન કયા એરિયામાં આવેલ છે તે મુજબ હોમ લોન મળવાપાત્ર છે.

હોમ લોન વ્યાજ દર

બેંક વ્યાજ દર:- બેંક વ્યાજ દર 7.75 થી શરૂ કરી 10,  12% સુધીનું હોય છે.

ફાઇનાન્સ વ્યાજ દર:- ફાઇનાન્સ વ્યાજ દર 12% થી શરૂ કરી 24% સુધી હોઈ શકે છે.

હોમ લોન લેવા માટે મકાનની રિક્વાયરમેન્ટ

  • મકાન નો સ્લેપ ભરેલો હોવો જોઈએ.
  • મકાનના બારી-બારણા લગાવેલ હોવા જોઈએ.
  • મકાનનું ભોંય તળિયું પાકું કરેલું હોવું જોઈએ.
  • મકાનમાં એક રસોડા રૂમ હોવો જોઈએ.
  • મકાનમાં એક બેડરૂમ હોવો જોઈએ.
  • મકાનમાં એક કોમન હોલ હોવું જોઈએ.
PostHome Loan > હોમ લોન લેવા માટેની સંપૂર્ણ માહિતી
Our Other Postપીએમ કિસાન નવું ફોર્મ કેવી રીતે ભરવું
Age21 to 65 Years
Bank Home Loan Interest7.75 % to 12 %
Finance Home Loan Interest12 % tio 24 %
Home Loan Amount50 Thousands to 50 Lakh
Home Loan Years1 Year to 30 Years
Home Loan Cibil Score611 to 725 and above

Home Loan > હોમ લોન લેવા માટેની સંપૂર્ણ માહિતી મેડવવા અમારા વોટ્સ એપ્સ ગ્રૂપમાં જોડાવો.

whatsapp group

Leave a Comment

WhatsApp Pop-up