LPG Gas Connection KYC:- એલપીજી ગેસ કનેક્શન કેવાયસી, એલપીજી ગેસ કેવાયસી, ભારત ગેસ કેવાયસી, કેવી રીતે કરવું તેની સંપૂર્ણ માહિતી સ્ટેપ બાય સ્ટેપ અહીં આપેલ છે. જે વાંચી તમે ઘરે બેઠા ગેસ ગેસ કનેક્શનનું કેવાયસી કરી શકો છો.
ભારતમાં ગેસનું વિતરણ કરતી સરકારી કંપની મુખ્યત્વે ત્રણ છે.
- ઇન્ડિયન ગેસ – IOCL
- ભારત ગેસ – BPCL
- એચપી ગેસ – HPCL
ભારતમાં ગેસ વિતરણ કરતી પ્રાઇવેટ કંપની પણ મુખ્યત્વે ત્રણ છે.
- સુપર ગેસ
- જ્યોથી ગેસ
- રિલાયન્સ ગેસ
આ તમામ કંપનીઓની અલગ અલગ વેબસાઈટ હોય છે અને અલગ અલગ એપ્લિકેશન હોય છે તેથી તમે કઈ કંપની નો ગેસ વપરાશ કરો છો તે મુજબ તમારે તે સત્તાવાર વેબસાઈટ અથવા તેની એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી યુઆઇસી કરવાનું હોય છે.
દરેક કંપનીમાં ગેસ કનેક્શન કેવાયસી કરવાની પ્રોસેસ સરખી જ હોય છે ફક્ત તમારે તે કંપનીની વેબસાઈટ અથવા એપ્લિકેશનનો ઉપયોગ કરવાનો હોય છે.
આપને અહીં LPG Gas Connection KYC કેવી રીતે કરવું તે જોઈશું
- સૌપ્રથમ તમારે google play store માં જઈ સત્તાવાર એજન્સી ની એપ્લિકેશન એટલે કે ભારત ગેસ, એચપી ગેસ કે ઇન્ડિયન ગેસની એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરી લેવાની રહેશે.
- સત્તાવાર એજન્સીની એપ્લિકેશનનું નામ IOCL, BPCL, HPCL આ મુજબ હોય છે.
- એપ્લિકેશન ઇન્સ્ટોલ કર્યા બાદ તમારે મોબાઈલ નંબર દાખલ કરી લોગીન કરી લેવાનું રહેશે, જો પહેલીવાર લોગીન કરતા હોય તો તમારે એપ્લિકેશનમાં લોગીન બનાવવાનું રહેશે.
- લોગીન કર્યા બાદ તમને હોમપેજ પર અલગ અલગ ઓપ્શન જોવા મળે છે, જેમ કે Book Cylineder, E-KYC, Emergency, View More વગેરે ઓપ્શન જોવા મળશે.
- અહીં તમારે એ e-KYC પર ક્લિક કરવું.
- ઈ કેવાયસી પર ક્લિક કરવાથી FaceRD એપ્લિકેશન ઓપન થશે. જેને ક્લિક કરી ઓપન કરી લેવી.
- તમારે FaceRD એપ્લિકેશન ઓપન કરી તમારો ચહેરો ઓથેન્ટીકેશન કરવાનો રહેશે.
- Face ઓથેન્ટીકેશન કરતી વખતે તમારે તમારી આંખો વારંવાર ચાલુ-બંધ કરવી જેથી ઓથેન્ટીકેશન જલ્દી થઈ જાય.
- Face ઓથેન્ટીકેશન થયા બાદ e-KYC સક્સેસફુલનો મેસેજ જોવા મળશે.
- હવે તમારું LPG Gas Connection KYC સક્સેસફૂલી સબમિટ થઈ ગયું છે. 24 કલાકમાં LPG Gas Connection KYC તમારું અપડેટ થઈ જશે.
LPG Gas KYC Problems Solved
જો તમારે મોબાઇલમાં FaceRD એપ્લિકેશન ઇન્સ્ટોલ ના કરેલી હોય તો પહેલેથી જ ઇન્સ્ટોલ કરી લેવી.
જો તમારો મોબાઈલ નંબર ગેસ કનેક્શન સાથે લિંક ના હોય તો એ કેવાયસી નો ઓપ્શન જોવા મળશે નહીં જેથી તમારે એ કેવાયસી કરતાં પહેલાં તમારા એલપીજી કેસ કનેક્શન સાથે મોબાઈલ લિંક કરવો જરૂરી છે.
જો મોબાઈલ નંબર લીંક ના હોય તો ચેન્જ મોબાઈલ નંબર વાળા ઓપ્શન પર જઈ તમારે તમારો મોબાઈલ નંબર અપડેટ કરી લેવો.
| Post | LPG Gas Connection KYC > એલપીજી ગેસ કેવાયસી |
| Our Other Post | પીએમ કિસાન નવું ફોર્મ કેવી રીતે ભરવું |
| LPG Gas KYC Application Name | BPCL, IOCL, HPCL |
| LPG Gas KYC Update time | 24 Hours |
| LPG Gas Mobile Number Link | Required |
LPG Gas KYC FAQs
Ans:- હા, દર વર્ષે એલપીજી ગેસ કેવાયસી કરવું જરૂરી છે.
Ans:- ના, મોબાઈલ નંબર લીંક કરવો જરૂરી છે.
Ans:- હા, એપ્લિકેશનમાં જઈ ચેન્જ મોબાઈલ નંબર પર ક્લિક કરી ચેન્જ કરી શકો છો.
Ans:- એલપીજી ગેસ કેવાયસી કર્યા બાદ 24 કલાકમાં અપડેટ થઈ જાય છે.
Ans:- હા, એપ્લિકેશન દ્વારા ગેસ સિલિન્ડર બુક થાય છે.
સૌથી પહેલા માહિતી મેડવવા અમારા વોટ્સએપ્સ ગ્રૂપમાં જોડાવો.

