આધાર કાર્ડ મોબાઈલ નંબર ચેન્જ કરો>Aadhaar card mobile number change

Aadhaar card mobile number change:- આધારકાર્ડ માં મોબાઈલ નંબર ચેન્જ કેવી રીતે કરવો તેની સંપૂર્ણ માહિતી સ્ટેપ બાય સ્ટેપ અહીં આપેલ છે.

આધાર કાર્ડમાં મોબાઇલ નંબર ચેન્જ કરવા માટે સૌપ્રથમ તમારે પ્લે સ્ટોરમાં જઈને (Aadhar App) આધાર એપ ઇન્સ્ટોલ કરી લેવી.

ઇન્સ્ટોલ કર્યા બાદ પોતાનો આધારકાર્ડ નંબર દાખલ કરો. તમારા આધાર કાર્ડ સાથે લિંક મોબાઈલ નંબર અથવા તમારા આધાર કાર્ડમાં મોબાઇલ નંબર લિંક નથી તો પણ તમે ફેસ વેરિફિકેશન દ્વારા એપ્લિકેશન માં લોગીન કરી શકો છો.

મોબાઈલ નંબર ચેન્જ કરવા માટે તમારી પાસે જૂનો મોબાઈલ નંબર હોવો ફરજિયાત છે કારણ કે જ્યારે પણ તમે મોબાઈલ નંબર ચેન્જ કરવાની પ્રોસેસ કરશો ત્યારે જૂના મોબાઈલ નંબર પર ઓટીપી જશે.

Aadhaar card mobile number change કરવાની પ્રોસેસ આ મુજબ છે

  • આધાર કાર્ડ નંબર દાખલ કરી લોગીન કરી લેવું
  • સર્વિસ વાળા ઓપ્શન પર ક્લિક કરો
  • મોબાઈલ નંબર અપડેટ પર ક્લિક કરો
  • સેન્ડ ઓટીપી પર ક્લિક કરો, . આ ઓટીપી તમારા જુના મોબાઈલ નંબર પર જશે
  • ઓટીપી દાખલ કરો
  • ફેસ ઓથેન્ટીકેશન દ્વારા વેરિફિકેશન કરો
  • તમારો નવો મોબાઈલ નંબર દાખલ કરો
  • સેન્ડ ઓટીપી પર ક્લિક કરી ઓટીપી દાખલ કરો
  • ફેસ ઓથેન્ટિકેશન દ્વારા વેરિફિકેશન કરો
  • પેમેન્ટ પર ક્લિક કરી 75 રૂપિયા પેમેન્ટ કરી દેવું. પેમેન્ટ કર્યા બાદ એક રીસીપ્ટ જનરેટ થશે તેને ડાઉનલોડ કરી લેવી અથવા પ્રિન્ટ કરી લેવી
  • 24 કલાકમાં તમારા આધારકાર્ડ માં મોબાઈલ નંબર રજીસ્ટર થઈ જશે.
Postઆધાર કાર્ડ મોબાઈલ નંબર ચેન્જ કરો > Aadhaar card mobile number change
Our Other Postઆધાર કાર્ડમાં મોબાઇલ નંબર જોવા માટે
Aadhar card Official WebsiteAadhar card website

જો તમારા આધાર કાર્ડમાં જુનો મોબાઈલ નંબર લીંક છે તે તમારી પાસે નથી તો તમે નજીકના આધાર સેન્ટર પર જઈ તમારા આધાર કાર્ડમાં મોબાઇલ નંબર ચેન્જ કરી શકો છો 

આધારકાર્ડ માં મોબાઈલ નંબર લીંક કરવા માટે કોઈપણ પ્રકારના ડોક્યુમેન્ટ ની જરૂર પડતી નથી ફક્ત આધાર કાર્ડ દ્વારા મોબાઈલ નંબર અપડેટ કરી શકો છો

1. આધારકાર્ડમાં મોબાઈલ નંબર કેટલા સમયમાં અપડેટ થઈ જાય છે?

આધાર કાર્ડમાં મોબાઇલ નંબર 24 કલાકમાં અપડેટ થઈ જાય છે.

2. આધાર કાર્ડમાં મોબાઇલ નંબર અપડેટ માટે કયા ડોક્યુમેન્ટ ની જરૂર પડે છે?

આધાર કાર્ડમાં મોબાઇલ નંબર અપડેટ કરવા માટે કોઈ ડોક્યુમેન્ટ ની જરૂર પડતી નથી.

3. આધાર કાર્ડ માં મોબાઈલ નંબર અપડેટ કરવા માટે કેટલો ચાર્જ ચૂકવો પડે છે?

આધાર કાર્ડમાં મોબાઇલ નંબર અપડેટ કરવા માટે 75 રૂપિયા ચાર્જ ચૂકવવો પડે છે.

4. જો આધાર કાર્ડ અપડેટ ના હોય તો મોબાઈલ નંબર અપડેટ થઈ શકે છે?

ના, જો આધાર કાર્ડ અપડેટ ના હોય તો મોબાઈલ અપડેટ થઈ શકતો નથી આધારકાર્ડને પહેલા અપડેટ કરાવવું જરૂરી છે.

Leave a Comment