અહીં વિધવા પેન્શન લિસ્ટ ગુજરાત – Vidhva Pension List Gujarat કેવી રીતે જોઈ શકાય તેની સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ માહિતી આપેલ છે.
Vidhva Pension List Gujarat > Vidhva Sahay Yojana Gujarat List
- તમારે google માં જઈ ને nsap portal ટાઈપ કરી સર્ચ કરી લેવું જેમાં સૌપ્રથમ વેબસાઈટ નેશનલ સોશિયલ આસિસ્ટન્ટ પ્રોગ્રામ પ્રથમ વેબસાઈટ જોવા મળશે તેના પર ક્લિક કરો.
- વેબસાઇટ ઓપન થયા પછી ઉપરના ભાગે રિપોર્ટનો ઓપ્શન આપેલ છે તેના પર ક્લિક કરો.
- List Of Reports ઓપ્શનમાં જાઓ અને State Dashboard પર ક્લિક કરો.
- તમારું રાજ્ય સિલેક્ટ કરો અને સ્કીમમાં ઓલ સેન્ટર સ્કીમ સિલેક્ટ કરો. કેપ્ચા ભરી સબમીટ બટન પર ક્લિક કરો.
- તમે અહીં જોઈ શકશો કે તમારા રાજ્યના બધા જિલ્લાઓનું નામ લિસ્ટમાં જોવા મળશે જેમાંથી તમે જે જિલ્લાનું વિધવા પેન્શન લિસ્ટ જોવા માગતા હોય તે સિલેક્ટ કરો.
- જે તાલુકાનું વિધવા પેન્શન લિસ્ટ જોવા માગતા હોય તે તાલુકા પર ક્લિક કરો
- હવે જે ગામનું લિસ્ટ જોવું હોય તે ગામ પર ક્લિક કરો
- હવે તમે સિલેક્ટ કરેલ ગામના તમામ વિધવા પેન્શન લાભાર્થી નું લિસ્ટ જોવા મળશે.
- અહીં તમે લાભાર્થીની સંપૂર્ણ માહિતી જોઈ શકો છો. લાસ્ટ કયા મહિનામાં વિધવા પેન્શન નો હપ્તો જમા થયો હતો તેની માહિતી પણ તમે અહીં જોઈ શકો છો.
વિધવા સહાય યોજનાની માહિતી
વિધવા સહાય યોજનાને ગંગાસ્વરૂપ આ યોજના પણ કહેવામાં આવે છે. યોજનામાં વિધવા બહેનોને 1250 રૂપિયા દર મહિને મળે છે. લાભાર્થી મિનિમમ ઉમર 18 વર્ષ હોવી જરૂરી છે. વિધવા સહાય માટે અરજી કરનાર લાભાર્થીની આવક ₹1,20,000 ગ્રામીણ માટે અને 1,50,000 શહેરી વિસ્તાર, ઓછી હોવી જોઈએ.
વિધવા સહાય યોજના ડોક્યુમેન્ટ
- આધારકાર્ડ,
- રેશનકાર્ડ,
- એડ્રેસ પુરાવો
- પતિનું મરણ પ્રમાણપત્ર
- આવકનો દાખલો
- બેન્ક પાસબુક
- પાસપોર્ટ સાઇઝ ફોટો
વિધવા સહાય યોજના Online Kyc
વિધવા સહાય યોજના ઓનલાઇન કેવાયસી કેવી રીતે કરવી એની સંપૂર્ણ માહિતી અહીં આપેલ છે. તેના માટે તમારે અમારી આ પોસ્ટ વાંચવી જરૂરી છે. આ પોસ્ટ વાંચી વિધવા સહાય યોજના ઓનલાઈન કેવાયસી ઘરે બેઠા કરી શકો છો.
વિધવા પેન્શન કેવાયસી > Vidhva Pension KYC
| Post | વિધવા પેન્શન લિસ્ટ ગુજરાત – Vidhva Pension List Gujarat |
| Our Other Post | વૃદ્ધ પેન્શન કેવાયસી-Vrudh Pension KYC |
| Our Other Post | LPG Gas Connection KYC > એલપીજી ગેસ કેવાયસી |
વિધવા સહાય યોજના Online
વિધવા સહાય યોજના Online અરજી કરવા માટે તમારે ડિજિટલ ગુજરાત વેબસાઈટ પર જઈને ઓનલાઇન અરજી કરી શકો છો. તે ઉપરાંત તમે ગ્રામ પંચાયતમાં VCE દ્વારા અને મામલતદાર ઓફિસમાં જઈને પણ તમે વિધવા સહાય યોજના માટેની અરજી ઓનલાઇન કરી શકો છો.