વિધવા પેન્શન કેવાયસી > Vidhva Pension KYC

Vidhva Pension KYC > વિધવા પેન્શન કેવાયસી કેવી રીતે કરવું તેની સંપૂર્ણ માહિતી સ્ટેપ બાય સ્ટેપ અહીં આપેલ છે. જેથી તમે ઘરે બેઠા વિધવા કેવાયસી કરી શકો.

વિધવા પેન્શન સહાય યોજના સૌપ્રથમ 1979માં ચાલુ કરવામાં આવી હતી. જે ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના તરીકે જાણીતી છે. આ યોજનાનો લાભ 18 વર્ષથી વધુ ઉંમરની વિધવા બહેનોને મળે છે. વિધવા બહેનોને દર મહિને 1250 રૂપિયા સહાય તરીકે ચૂકવવામાં આવે છે.

વિધવા પેન્શન કેવાયસી (Vidhva Pension KYC ) માટે જરૂરી ડોક્યુમેન્ટ

  1. આધાર કાર્ડ
  2. મોબાઈલ નંબર (ઓટીપી માટે)

વિધવા પેન્શન કેવાયસી જરૂરી એપ્લિકેશન App

  1. Satyapan App > ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
  2. Aadhaar FaceRD > ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

વિધવા પેન્શન કેવાયસી કરવાની રીત

  • સૌ પ્રથમ Satyapan App માં આધાર કાર્ડ નંબર અને મોબાઈલ નંબર દાખલ કરી રજીસ્ટ્રેશન કરી લેવું.
  • રજીસ્ટ્રેશન કરવાનું માટે આધાર કાર્ડ નંબર દાખલ કરી મોબાઈલ નંબર દાખલ કરી  Send OTP પર ક્લિક કરવું. 
  • તમારા મોબાઇલમાં ઓટીપી આવશે જેને દાખલ કરી સબમીટ કરવાથી તમારું રજીસ્ટ્રેશન થઈ જશે.
  • હવે તમને અહીં ચાર અલગ અલગ ઓપ્શન જોવા મળશે.
Vidhva Pension KYC 2
  • સેન્ટ્રલ ગવર્મેન્ટ, છત્તીસગઢ, ગુજરાત, મહારાષ્ટ્ર, 
  • જેમાં તમારે ગુજરાત પર ક્લિક કરવું.
Vidhva Pension KYC 1
  • ગુજરાત પર ક્લિક કરવાથી Gujart Social Security Pension Schemes વાળો ઓપ્શન જોવા મળશે જેના પર ક્લિક કરો.
  • હવે તમને Beneficiary Verification અને View Beneficiary Certificate બે ઓપ્શન જોવા મળશે જેમાં તમારે પ્રથમ ઓપ્શન Beneficiary Verification પર ક્લિક કરવું.
Vidhva Pension KYC 3
  • Beneficiary Verification પર ક્લિક કરી આધાર નંબર અને મોબાઈલ નંબર દાખલ કરી સબમીટ બટન પર ક્લિક કરો.
Vidhva Pension KYC 4
  • સબમીટ બટન પર ક્લિક કરવાથી Aadhaar FaceRD App ઓપન થશે જેના દ્વારા તમારે ચહેરો સ્કેન કરવાનો રહેશે.
  • ચહેરો  સક્સેસફૂલી સ્કેન થતા વિધવા પેન્શન કેવાયસી > Vidhva Pension KYC સક્સેસફૂલી સબમિટ થઈ જશે.
Vidhva Pension KYC 5

Postવિધવા પેન્શન કેવાયસી > Vidhva Pension KYC
Our Other Postવૃદ્ધ પેન્શન કેવાયસી-Vrudh Pension KYC
Vrudh Pension KYC Application NameSatyapan App, FaceRD App
Vrudh Pension KYC Update time24 Hours
Mobile Number LinkNot Required
1. વિધવા પેન્શન કોને મળે છે?

Ans:- વિધવા પેન્શન 18 વર્ષથી વધુ ઉંમરની વિધવા બહેનોને મળે છે.

2. વિધવા પેન્શન કેટલા રૂપિયા મળે છે?

Ans:-વિધવા પેન્શન 1250 રૂપિયા મળે છે.

3. વિધવા પેન્શન કેવાયસી ક્યારે કરાવવું જોઈએ?

Ans:- વિધવા પેન્શન કેવાયસી દર વર્ષે કરાવવું જરૂરી છે.

4. વિધવા પેન્શન કેવાયસી માટે કયા ડોક્યુમેન્ટ ની જરૂર પડે છે?

Ans:-વિધવા પેન્શન કેવાયસી માટે આધાર કાર્ડ અને મોબાઈલ નંબર ની જરૂર પડે છે.

5. વિધવા પેન્શન કેવાયસી કેમ કરાવવું જોઈએ?

Ans:- વિધવા પેન્શન કેવાયસી પેન્શન ચાલુ રાખવા માટે કરાવવું જરૂરી છે.

6. વિધવા પેન્શન કેવાયસી ના કરાવે તો શું થાય?

Ans:- વિધવા પેન્શન કેવાયસી ના કરાવે તો પેન્શન આવવાનું બંધ થઈ જાય છે.

Leave a Comment

WhatsApp Pop-up